મોરબી : પ્રેમ સંબંધમાં નિષ્ફળતા મળતા મોરબીની એક સગીરાએ પોતાના ઘેર ગળાફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું હતું. પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબીના વાવડી રોડ ઉપર સતવારા જ્ઞાતિની સગીરાએ પ્રેમમાં નિષ્ફળતા મળતા તેના ઘેર ગળાફાંસો ખાઇ લેતા તેણીનું મોત નીપજ્યું હતું. મોરબીના વાવડી રોડ પર આવેલી કારીયા સોસાયટીમાં રહેતી અને કોલેજમાં અભ્યાસ કરતી સતર વર્ષની સતવારા સગીરાએ ગઈ કાલે તેના ઘેર ગળેફાંસો ખાઈ લેતા તેણીનું મોત નિપજયુ હતુ. બનાવ અંગે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ થતા પોલીસે ઘટના સ્થળે જઇને મૃતદેહ નીચે ઉતારીને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડયો હતો. બાદમાં પોલીસ નિવેદનમાં મૃતક સગીરાના પિતાએ પોલીસને જણાવ્યું હતું કે મૃતકને તેઓના જ કૌટુંબિક સગા કમલેશ નકુમ નામની વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હતો. પરંતુ તેની સાથે લગ્ન થઈ શકે તેમ ન હોય પ્રેમ સંબંધમાં નિષ્ફળ જવાથી તે વાતનું લાગી આવતા તેણીએ ગળેફાંસો ખાઇ લીધો હતો. એ ડીવી. પોલીસ મથકના એચ.એમ.ચાવડાએ આ બનાવની આગળની તપાસ શરૂ કરી છે. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274