મહિલા પી.એસ.આઇ. સતત જોહુકમી ચલાવીને વારંવાર ખોટી અરજીઓની તપાસ સોંપીને ખોટી ઇન્કવારી કરતા હોવાથી ટેનશનમાં એટેક આવ્યાનો હેડ કોન્સ્ટેબલે આક્ષેપ કર્યો : એ ડિવિઝન પોલીસે તેમનું નિવેદન નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો મોરબી : મોરબીના મહિલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલને આજે ચાલુ ફરજ દરમિયાન એટેક આવતા તેમને તાકીદે સરવાર અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમણે એ ડિવિઝન પોલીસ સમક્ષ ચોંકાવનારું નિવેદન નોંધાવ્યું હતું કે, તેમના ઉપરી અધિકારી મહિલા પીએસઆઇના ત્રાસના કારણે સતત માનસિક તણાવ હેઠળ રહેતા હોવાથી આજે તેમને હાર્ટ એટેક આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે હેડ કોન્સ્ટેબલનું નિવેદન નોંધી આ બનાવમાં કેટલું તથ્ય છે તે બહાર લાવવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના મહિલા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વસંતભાઈ રાજુભાઇ વાઘેરએ આજે સિવિલ હોસ્પિટલના બિછાનેથી એ ડિવિઝન પોલીસ સમક્ષ એવું નિવેદન નોંધાવ્યું હતું કે, તેઓ છેલ્લા પાંચ મહિનાથી મોરબીના મહિલા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. ફરજ દરમિયાન આ મહિલા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઇ એ.વી.ગોંડલીયાની જોહુકમી મુજબ જે તે અરજીઓ જમાદાર પાસે તપાસમાં આવતી હોય છે. જેથી ગઈકાલે તેમને એક અરજદાર મહિલા અવારનવાર એસિડ તથા ઝેરી દવા પીવાની અરજીઓ કરતી રહે છે. જેની અગાઉ તપાસ પો.સ.ઇ.રાવલ તેમજ તેમના અને મહિલા પીએસઆઇ દ્વારા કરાઈ હતી. જોકે આ અજરદાર મહિલા પોલીસ વિરુદ્ધ આક્ષેપ કરવાની ટેવ ધરાવતી હોય તેની વધુ એક અરજી આવતા આ હેડ કોન્સ્ટેબલ વસંતભાઈને તપાસ સોંપવામાં આવી હતી આથી તેમણે રજુઆત કરી હતી કે આ બાબતની તપાસ જે તે અધિકારી પાસે રાખવી જોઈએ પણ અધિકારીએ જોહુકમી ચલાવીને મરજી મુજબ કામ આપીશ તેવું કહ્યું હતું. તેમ છતાં તે અરજી તેમણે સાંભળી લીધી હતી. ત્યારેબાદ ફરી આ પ્રકારની ગઈકાલે અરજી આવતા ઉપરી અધિકારીને આવી ધડ માથા વગરની અરજીઓ ન આપીને જમાદાર પર કામનું ભારણ ન નાખે તેવી રજુઆત કરી હતી. આથી ઉપરી અધિકારીએ તેમના વિરુદ્ધ ખોટી નોંધ કરીને સસ્પેન્ડ કરવાની ધમકી આપી હતી. તેથી તેમને અન્યો સાથે આ બાબતની તપાસમાં ધુંટું ગામે ગયા હતા પણ સ્ટેશન ડાયરીમાં તેમના વિરીદ્ધ ખોટી નોંધ થઈ હોવાથી અને મહિલા અધિકારીના કારણે સતત માનસિક ટેનશનમાં રહેતા હતા. આ માનસિક તણાવને કારણે તેઓ આજે તપાસ કરી પરત આવતા હતા ત્યારે છાતીમાં ભારે દુખાવો ઉપડ્યો હતો. આથી તેમને તાકીદે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.જ્યાં ડોકટરોએ તેમને એટેક આવ્યો હોવાનું નિદાન કર્યું હતું. આથી આ હેડ કોન્સ્ટેબલે પોતાની આ સ્થિતિ માટે મહિલા પીએસઆઇ ગોંડલીયાને જવાબદાર ગણાવતા મોરબી પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઇ છે. હાલ તો એ ડિવિઝન પોલીસે તેમનું નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274