બે દિવસમાં ઘુંટુ રોડને ચોખ્ખો ચણાક કરી દેવાનો સંકલ્પ કરાયો મોરબી : મોરબીના ઘુંટુ રોડ પરના તમામ સીરામીક ઉધોગ દ્વારા આજથી આ ઘુંટુ રોડ પર સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને બે દિવસમાં ઘુંટુ રોડને ચોખ્ખો ચણાક કરી દેવાનો સ્થાનિક સીરામીક ઉધોગકારોએ સંકલ્પ કરીને સઘન રીતે સફાઈ કરવામાં આવી રહી છે. મોરબીના ઘુંટુ રોડ પર સીરામીક ઝોન વિસ્તાર આવેલો છે. ઘુંટુ રોડ પર અનેક સીરામીક કારખાનાઓ ધમધમી રહ્યા છે. પણ ઘુંટુ રોડ પર કચરાના પ્રમાણ વધતા સ્થાનિક ઉધોગકારો અને મજૂરોને ભારે મુશ્કેલી પડતી હતી. ત્યારે અહીંયા સફાઈ અભિયાન માટે તંત્ર પર નિર્ભર રહેવાને બદલે સીરામીક ઉધોગકારોએ પોતાના ઉમદા નાગરિક ધર્મની ફરજ બજાવવા માટે મનમાં ગાંઠ વાળી હતી અને ઘુંટુ રોડના તમામ સીરામીક ઉધોગકારોએ પોતાના સામાજિક ઉત્તરદાયિત્વની જવાબદારી સુપરે નિભાવીને સ્વખર્ચે જેસીબી અને ટ્રક સહિતના વાહનોની મદદથી ઘુંટુ રોડ પર સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરી હતી અને બે દિવસમાં ઘુંટુ રોડને સંપૂણ સ્વચ્છ કરી દેવાનો સીરામીક ઉધોગકારોએ નીર્ધાર કર્યો છે. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274