નવરાત્રિને અનુલક્ષીને મહિલા-યુવતીઓ માટે મેકઅપ, હેરસ્ટાઇલ, હેર ગૃમિંગ શીખવા માટે માત્ર 20 રૂપિયામાં એક દિવસીય સેમિનારનું આયોજન મોરબી : નવરાત્રિને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ખેલૈયાઓ ગરબે ઘુમવા માટે વિવિધ પ્રકારની આગોતરી તૈયારીઓમાં પડ્યા છે. યુવા-યુવતીઓએ રોજિંદા ડ્રેસ અને એસેસરીઝની અવનવી વેરાયટીઓ અંકે કરી લીધી છે. ત્યારે યુવતીઓ માટે મેકઅપ અને વિવિધ હેરસ્ટાઇલ કરાવવા રોજે રોજ બ્યુટીપાર્લરમાં જવું મોંઘું પડી જાય છે અને સમય પણ ખૂબ ખર્ચાય છે. આથી બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મોરબી તથા આજુબાજુના ગામડાઓની યુવતીઓ માટે એક સેમિનારનું આયોજન કરાયું છે. આ ટોકનદરના સેમિનારમાં યુવતીઓ માત્ર 20 રૂપિયાના નજીવા દરે રજીસ્ટ્રેશન કરાવી શકશે. જ્યાં હેરકટિંગ અને હેરગૃમિંગ અંગે માહિતગાર કરવામાં આવશે. 28/9/2019ને શનિવારે સવારે 09થી બપોરે 3 કલાક સુધી કાયાજી પ્લોટ મેઈન રોડ, બ્રહ્માકુમારીઝ સેન્ટરની બાજુમાં, દાઉદી પ્લોટ, શેરી નંબર 18, કોમ્યુનિટી હોલ ખાતે આ સેમિનાર યોજાશે. જ્યારે બપોરે 2:30થી આ જ સ્થળે અંકિતા મંડોરા (ગ્લોરી બ્યુટીપાર્લર)દ્વારા ફ્રી મેકઅપ અને હેરસ્ટાઇલ સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના પાસ મેળવવા માટે સેન એન્ટરપ્રાઇઝ, ભવાની સોડા સામે, રવાપર મેઈન રોડ, તથા બોલબાલા મોરબી કાર્યાલય, શક્તિ કોમ્પ્લેક્ષ, બીજા માળે, નટરાજ ફાટક પાસે, મોરબી સંપર્ક કરવો. તદુપરાંત આ જ સ્થળે સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દવા-ઓપરેશન વગર ગોંઠણનો દુઃખાવો, ગોઠણ વાળીને બેસવાની સમસ્યા, મણકાની નસ દબાઈ જવી, કમરનો દુઃખાવો, સ્નાયુ કે સંધાનો દુઃખાવો, ગર્દન જકડાઈ જવી, સાઈટીકા, કરોડરજ્જુની સમસ્યાઓ અને ચિકનગુનિયા દરમ્યાન ઉદ્દભવેલી સમસ્યાઓ માટેના એક સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડૉ. જીતુભાઇ કુકડીયા પોતાની સેવા આપનાર છે. આ કેમ્પનો લાભ લેવા માટે મોબાઈલ નંબર 9374103520 પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274