મોરબી : મોરબી જિલ્લા પંચાયતના સભાખંડમાં આવતીકાલે તા.27 સપ્ટેબરને શુક્રવારે બપોરે 3:30 વાગ્યે કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં કારોબારી અધ્યક્ષ હેમાંગભાઈ રાવલના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયતની કારોબારી બેઠક યોજાશે.જેમાં વિવિધ એજન્ડાઓ રજૂ કરવામાં આવશે. આ કારોબારી બેઠકમાં તમામ સદસ્યોને હાજર રહેવાની અપીલ કરવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ શાસિત મોરબી જિલ્લા પંચાયતમાં ધણી વાર આંતરિક વિખવાદ અને જૂથવાદ સપાટી પર આવ્યો છે.જોકે જિલ્લા પંચાયતમાં હમણાંથી સખળ ડખળ શાંત છે.ત્યારે આવતીકાલે મળનારી કારોબારી બેઠકમાં વિવિધ એજન્ડાને લઈને સર્વસંમતિ સધાશે કે કેમ તે જોવાનું રહ્યું. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274