ટંકારા : નાસતા-ફરતા સ્કવોડ રાજકોટ રેન્જની ટીમેં બાતમીના આધારે ચોટીલાના દુષ્કર્મ કેસમાં નાસતા ફરતા આરોપીને ટંકારા નજીકથી ઝડપી લીધો હતો અને આરોપીને ચોટીલા પોલીસને સોંપી દેવાની તજવીજ હાથ ધરી હતી. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર રેન્જમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા રાજકોટ રેન્જના ડી.આઇ.જી.પી. સંદીપ સિંહ સાહેબ દ્રારા રેન્જમાં એક સ્પેશીયલ સ્કવોડ બનાવવામાં આવી છે અને આ સ્કવોડના પો.સ.ઇ.જે.એસ.ડેલાની સુચનાને પગલે સ્કવોડના મદારસિહ મોરી, ભગવાનભાઇ ખટાણા તથા મહાવીરસિહ પરમાર સહિતનાએ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બળાત્કારના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતા-ફરતા આરોપી મહેશ મગનભાઇ વામજા રહે. બે નાલા પાસે, લજાઇ ટંકારા જી.મોરબી વાળાને લજાઇ ગામેથી ઝડપી લીધો હતો અને આ આરોપીને ટંકારા પોલીસને હવાલે કરી દેવાયો હતો. તેમજ આરોપી અટકની જાણ ચોટીલા પોલીસને જાણ કરાઈ હતી. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274