વાંકાનેર : વાંકાનેરના પલાસ ચોકડી ખાતે રૂટિન મુજબ વાહનોના ચેકીંગ દરમ્યાન લુણસર તરફથી આવતા ડબલ સવારી બુલેટ મોટરસાયકલને અટકાવવાનો પ્રયાસ કરતા બાઈક સવારે પોલીસથી બચવા બુલેટ ભગાવી મુકતા પોલીસે પીછો કરતા આગળ જઈને બાઈક રેઢું મૂકી બન્ને શખ્શો ફરાર થઈ ગયા હતા. બાઇકમાં લટકાવેલા થેલાની તપાસ કરતા તેમાં વિદેશી દારૂની બોટલો મળી આવતા બુલેટ નંબરને આધારે પોલીસે આરોપીઓની શોધખોળ આદરી છે. બનાવની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર પો.સબ.ઇન્સ. એસ.એ.ગોહિલની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફના પો.સબ.ઇન્સ. બી.ડી.પરમાર, અનાર્મ પો.હેડ.કોન્સ. વિજયભાઈ નાગજીભાઈ બાર, આર્મ પો.હેડ.કોન્સ. ચમનભાઈ ડાયાભાઇ, પો.કોન્સ. મુકેશભાઈ હકુભાઈ, આ.પો.કોન્સ. શિવરાજસિંહ સાહિતનાઓ પલાસ ચોકડી ખાતે રૂટિન વાહન ચેકીંગ કરતા હતા તે દરમ્યાન લુણસર તરફથી ડબલ સવારીમાં આવી રહેલ બુલેટ મોટરસાયકલને રોકવાની કોશિશ કરતા બાઈક સવારે બુલેટ ભગાવી મૂક્યું હતું. આથી પોલીસ કર્મીઓને શંકા જતા તેઓનો પીછો કરવામાં આવ્યો હતો. આ દરમ્યાન ભેરડા ગામ પાસે બન્ને શખ્સો બુલેટ મોટરસાયકલ રોડની સાઈડમાં રેઢું મૂકી નાસી છૂટ્યા હતા. પોલીસે રેઢા મળી આવેલા મોટરસાયકલ પર લટકાવેલા થેલાની તપાસ કરતા ભારતીય બનાવટના પરપ્રાંતીય દારૂની 23 કાચ પેકિંગની બોટલો મળી આવી હતી. આથી પોલીસે 6900 રૂપિયાની દારૂની બોટલની કિંમત અને 100000ની કિંમતનું બુલેટ મોટરસાયકલ સહિત 106900 રૂપિયાની કિંમતનો કુલ મુદ્દામાલ જપ્ત કરી બુલેટ મોટરસાયકલના નંબરના આધારે નાસી છૂટેલા આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274