પોલીસે યુવાનના મોતનું કારણ જાણવા તપાસ હાથ ધરી મોરબી : મોરબીના આલાપ પાર્ક પાસે આજે યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ થતા જ એ ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. બાદમાં પોલીસે કરેલી તપાસમાં આ અજાણ્યા યુવાનની ઓળખ મળી હોવાનું જાણવા મળ્યું છે. મોરબીના સાયન્ટિફિક રોડ પર આલાપ પાર્કની સામે કાચા રસ્તામાં બંને બાજુ આવેલ નાના ખેતર વિસ્તારમાં એક યુવાનની લાશ મળી આવી હતી. આ ઘટનાની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ ચૌધરી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવાનની ઓળખ મળી હતી.જેમાં મૃતક સાગર અશિંગ બારૈયા ઉ.વ.45 રહે મૂળ મધ્ય પ્રદેશ રાજ્યના જાંબવા જીલ્લાના રાણાપુર તાલુકાના છોટી સજવાની ગામનો વતની અને મોરબીમાં છેલ્લા 12 -13 વર્ષથી મજૂરીકામ કરતા હતા. તેઓ અહીંયા તેમના ભાઈ તેમના દીકરા તેમની પત્ની વિગેરે પરિવાર સાથે રહેતા હતા તેઓ અવાર-નવાર ઘરેથી નીકળી જતા હતા.હાલના તબક્કે પોલીસની તપાસમાં યુવાનના મોતના કારણની ચોક્કસ વિગતો જાણવા મળી નથી આથી પોલીસે લાશને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.