પાટીદાર સમાજના ખેલૈયાઓ ઉમિયા નવરાત્રી મહોત્સવમાં મન મૂકી બોલાવશે રાસની રમઝટ મોરબી : મોરબીમાં છેલ્લા ૯ વર્ષથી ઉમિયા નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. તો આ વખતે ૧૦માં વર્ષમાં મંગલ પ્રવેશ સાથે ઉમિયા નવરાત્રીનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબીના લીલાપર રોડ પર આવેલ રાધે પાર્ટી પ્લોટની બાજુમાં ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મેઈન સ્પોન્સર ફ્લોરા ગ્રુપ અને અન્ય પાટીદાર સમાજના ૩૬ મેમ્બરના સહયોગથી આ ઉમિયા નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દર વર્ષની જેમ અલગ-અલગ થીમથી ખેલૈયાના મન ડોલવા માટે સિંગર દેવ ભટ્ટ, અભિતા પટેલ, સોહિલ બલોચ, સંતવાણી ત્રિવેદી, નરેશ વાઘેલા તેમજ મુના એન્ડ અસલમની જોરદાર ટીમ સાથે ઇન્દોરના પ્રખયાત હરડીયા સાઉન્ડ સાથે ગરબે રમવાની વિશાળ જગ્યામાં આયોજન કરવામાં આવ્યું છે. ઉમિયા નવરાત્રીના પાસ મેળવવાના સ્થળ : જન સુવિધા કેન્દ્ર (ડીજીટલ મોરબી), ૨૭-૮ પટેલ શોપિંગ સેન્ટર, સુપર માર્કેટ ની બાજુમાં, સનાળા રોડ સેલુલર વલ્ડ, ઓમ શાંતિ કોમ્પ્લેક્ષ, બીજામાળે, બાપા સીતારામ ચોક, રવાપર રોડ મોબાઈલ હબ, બોમ્બે માર્કેટ, પહેલામાળે, નીલકંઠ સ્કુલની બાજુમાં, રવાપર રોડ પટેલ સ્વીટ એન્ડ નમકીન, અવની ચોકડી, કેનાલ રોડ એપલ કીડ્ઝ : રુદ્ર પ્લાઝા, બાપાસીતારામ ચોક, રવાપર રોડ આ સ્થળો પરથી ખેલૈયાઓને પાસ મળી શકશે. વધુ માહિતી માટે ઉમિયા નવરાત્રીના હેલ્પલાઈન નંબર : ૯૯૦૯૬ ૯૯૦૬૧ , ૯૯૦૯૬ ૯૯૦૬૨ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274