હળવદ : રોટરી ક્લબ હળવદ દ્વારા 'મારી દીકરી મારો ગર્વ' નામના ભવ્ય કાર્યક્રમનું આયોજન સાંદિપની મીડીયમ ઇંગ્લિશ સ્કૂલ ખાતે નિઃશુલ્ક કરવામાં આવ્યું હતું. જેમાં જે માં બાપને સંતાનમાં ફક્ત દિકરીઓ જ હોય એવા વાલીઓ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જોડાયા હતા. આ કાર્યક્રમની અનોખી અને અભૂતપૂર્વ તેમજ સુંદર રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દીકરીઓને તેમજ વાલીને પ્રોત્સાહિત કરતી સ્પીચ, દીકરી વ્હાલનો દરિયો, બેટી બચાવો બેટી પઢાવો, મોટિવેશનલ સ્પીચ, ડ્રામા, ડાન્સ, ગેઈમ, મનોરંજન, મસ્તી, વગેરેનું વિવિધ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ વિવિધ સ્પર્ધાનું આયોજન કરેલ જેમાં વિજેતાને ઇનામો અને ભાગ લેનાર દરેકને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા. આમંત્રિત મહેમાનો, દીકરીઓ તેમજ વાલીઓ ની 700 થી વધુ લોકોની હાજરીમાં આ સમારોહ યોજાયો હતો. કાર્યક્રમને અંતે દરેક માટે દાતાશ્રીઓ દ્વારા રાત્રી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. ગુજરાતના જાણીતા એન્કર કિંજલ ખૂંટને ખાસ રાજકોટથી આ પ્રોગ્રામનું એન્કરિંગ કરવા માટે બોલાવવામાં આવ્યા હતા. આ આખા પ્રોજેક્ટનું ડોનેશન રિતેશ કારિયા બ્રધર્સ, અંકિત લખતરિયા બજરંગ કેટર્સ, હિતેન ઠક્કર સાંદિપની સ્કૂલ,રોહિતભાઈ મેંઢા એરો કોમ્યુટર, ગોપાલભાઈ ઠક્કર શિવમ સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આપવામાં આવ્યું હતું. આ પ્રોજેકટમાં રોટરી પરિવારની દરેક કલબના હોદેદારો અને સભ્યોએ હાજરી આપી સફળ બનાવ્યો હતો. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274