આ ઘટનાનો વીડિયો વાયરલ થતા ભારે ચકચાર વાંકાનેર : વાંકાનેર તાલુકાના લાકડધાર ગામે સીરામીક ફેક્ટરીઓના કોલગેસનું કેમિકલયુક્ત પ્રદુષિત પાણી ગામના ખેડૂતોના બોરમાં ભળી ગયું હોવાની ફરિયાદ ઉઠી છે. જેથી, પાકને નુકશાન થવાની ભીતિના કારણે ખેડૂતોમાં ભારોભાર રોષ પ્રવર્તી રહ્યો છે ત્યારે આ ઘટના અંગેનો વીડિયો વાયરલ થતા ભારે ચકચાર જાગી છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના લાકડધાર ગામે આવેલ આસપાસની સીરામીક ફેક્ટરીઓના કોલગેસ પ્લાન્ટના કેમિકલયુક્ત પ્રદુષિત પાણીનો જોખમકારક નિકાલ થઈ રહ્યો છે અને સીરામીક ફેક્ટરીઓના કોલગેસ પ્લાન્ટનું ઝેરી પાણી ગામના ખેડૂતોના બોરમાં ભળી ગયું છે. આ ઝેરી પાણીથી પાક નાશ પામે તેવી દહેશત સર્જાઈ છે. ત્યારે આ ઘટના અંગેનો વીડિયો વાયરલ થયો છે જેમાં કોલગેસ પ્લાન્ટમાંથી કેમિકલયુક્ત પ્રદુષિત પાણીનો ખેતરમાં નિકાલ થતો હોવાનું દેખાઈ છે. જેને પગલે ખેડૂતોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ એનજીટીના આદેશ બાદ સીરામીક ઉધોગમાં જોખમકારક રહેલા કોલગેસ પ્લાન્ટ બંધ કરી દેવામાં આવ્યા છે ત્યારે આ ગંભીર ઘટનામાં કેટલું તથ્ય છે? તે બહાર લાવવા ગુજરાત પ્રદુષણ કંટ્રોલ બોર્ડ યોગ્ય તપાસ કરે તે જરૂરી છે. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274