ખાખડાબેલામા રહેતા આ ભક્ત 7 દિવસમાં 350 કિમીનું અંતર કાપી માતાના મઢે પહોંચે છે : દરેક કેમ્પમાં ગરબે ઘુમી માની આરાધના પણ કરતા જાય છે મોરબી : મોરબીમા આયોજિત એક કેમ્પમા આશાપુરા માંના એક એવા ભક્ત પહોંચ્યા હતા. જેને સાબિત કરી આપ્યું હતું કે ભક્તિમાં ખરેખર શક્તિ છે. આ ભક્ત છેલ્લા 22 વર્ષથી દર વર્ષે 9 ગરબા માથે લઈને પગપાળા માતાના મઢે જાય છે. વધુમાં તેઓ દરેક કેમ્પમાં ગરબે ઘૂમી માતાજીની આરાધના પણ કરતા જાય છે. પડધરી તાલુકાના ખાખડાબેલા ગામના નિવાસી જાડેજા વનરાજસિંહ મેરુભા આશાપુરા માંના પરમ ભક્ત છે. તેઓ આશાપુરા માં પ્રત્યે ભારે શ્રદ્ધા ધરાવે છે. તેઓ છેલ્લા 22 વર્ષથી દર વર્ષે પોતાના ગામેથી 7 દિવસમાં 350 કિમિનું અંતર કાપીને માતાના મઢે પહોંચે છે. તેઓની ખાસિયત એ છે કે તેઓ પગપાળા જતી વેળાએ માથે છેક સુધી 9 ગરબા રાખે છે. આ 9 ગરબાનો વજન 3.5 કિલો જેટલો થાય છે. વધુમાં તેઓ માતાના મઢ સુધી પગપાળા જતી વેળાએ વચ્ચે જેટલા કેમ્પ આવે ત્યાં થોડો વિસામો લઈને ત્યા ગરબે ઘૂમી માતાજીની આરાધના પણ કરતા જાય છે. આવી જ રીતે તેઓ મોરબી ખાતે આયોજિત એક કેમ્પમાં પહોંચ્યા હતા. જ્યા તેઓએ ગરબે રમીને માતાજીની આરાધના કરી હતી. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274