ટંકારા : ટંકારાના હીરાપર પાસે નાગનાથ ટેકનો ઈન્ડસ્ટ્રીઝમા કડીયા કામ કરતી વેળાએ એક યુવાનને વીજશોક લાગતા તેનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે ટંકારા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. ટંકારાથી થોડે દૂર હીરાપર ગામની સીમ પાસે આવેલા નાગનાથ ટેકનો ઈન્ડસ્ટ્રીઝમા વીરવાવ ગામના આંબેડકર નગરમાં રહેતા પ્રશાંત મનસુખભાઇ સોલંકી ઉ.વ. 20 કડીયા કામ કરી રહ્યા હતા. ત્યારે બાજુમાથી પસાર થતો જીવતો વીજ વાયર અડી જતા તેમનું વીજશોકથી ધટના સ્થળે મૃત્યુ નિપજ્યું હતું. બનાવ બાદ કારખાનામાં માણસો દ્વારા પ્રશાંત સોલંકીને ટંકારા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ટંકારા પોલીસે બનાવ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રશાંત ત્રણ ભાઇમાં નાનો હતો. તેને એક બહેન છે. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274