મોરબી : હાલમાં શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે. તે દરમિયાન પિતૃઓના મોક્ષાર્થે સંતાનો દ્વારા કાગવાસ, બ્રહ્મભોજન, હોમ-હવન, પુરાણ-વાંચન જેવી વિધિઓ કરવામાં આવતી હોય છે. ત્યારે ચકમપર ગામમાં પિતાના સ્મરણાર્થે સંતાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. મોરબીના ચકમપર ગામના નિવાસી વિઠ્ઠલભાઇ અમરશીભાઈ કાલરીયા, લક્ષમ્ણભાઈ અમરશીભાઈ કાલરિયા, ભરતભાઈ અમરશીભાઈ કાલરિયા દ્વારા ચકમપર ગામે તેમના પિતાશ્રી સ્વ.અમરશીભાઇ કેશાભાઇ કાલરિયા (ઉ.વ.૮૨)ના સ્મરાર્થે ૧૦થી વધુ વૃક્ષો વાવી તેમના વૃક્ષપ્રેમી પિતાની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274