મોરબી : મોરબીના રહેવાસી મૂળ જેતપુરના વતની ચંદુલાલભાઈ વરસડાએ નવરાત્રી નિમિત્તે પંચમહાલ તથા મહીસાગર જિલ્લામાં હોસ્ટેલમાં રહેતી કન્યાઓને મેકઅપ કીટ દાનમાં આપશે. ચંદુલાલભાઈને કન્યાઓને મેકઅપ કીટનું દાન આપવાનો વિચારબીજ થોડા સમય પહેલા જયારે તેઓએ પંચમહાલ તથા મહીસાગર જિલ્લાની હોસ્ટેલની મુલાકાત લીધી તે દરમિયાન આવ્યો હતો. ત્યારે તેઓ હોસ્ટેલમાં રહેતી કન્યાઓને જરૂરી વસ્તુઓનું દાન કરવા ગયા હતા. ત્યારે તેઓએ નોંધ્યું કે સામાન્ય હોસ્ટેલમાં રહેતી કન્યાઓ ગામડાઓમાંથી અને પછાત વર્ગમાંથી આવે છે. તેઓ પાસે પ્રાથમિક ચીજ-વસ્તુઓની પણ અછત છે ત્યારે બહેનોએ તૈયાર થવાની ચીજ-વસ્તુઓ તો ક્યાંથી હોય? સામાન્ય રીતે, નવરાત્રી દરમિયાન બહેનો શણગાર સજીને ગરબે રમવા જતી હોય છે. તેથી, આ હોસ્ટેલમાં રહેતી ગરીબ બહેનોની પણ સોળ શણગાર સજવાની ઈચ્છા પુરી થાય તે હેતુથી ચંદુલાલભાઈએ તેઓને મેકઅપ કીટ દાન કરવાનું નક્કી કર્યું. આ ઉમદા નિર્ણયના અમલ માટે નવસારીમાં રહેતા તેમના વેવાઈ ગણેશભાઈ કોટેચાના સહયોગથી તેમજ ચંદુલાલભાઈના રહેણાંક વિસ્તારના લોકોની મદદથી મેકઅપની જુદી-જુદી વસ્તુઓ ભેગી કરી સર્વેએ જાત-મહેનતથી મેકઅપ કીટ તૈયાર કરી છે. જે મેકઅપ કીટ પંચમહાલ તથા મહીસાગર જિલ્લાની આશરે 135 હોસ્ટેલોમાં રહેતી 3000 જેટલી બહેનોને દાન કરવામાં આવશે. આ તકે આવા સરાહનીય કાર્ય માટે મોરબીવાસીઓએ તેઓને બિરદાવ્યા હતા. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274