પાંચ દિવસ યોજાયેલ સત્સંગ સરિતામાં ગ્રામજનો સહિત આજુબાજુમાં થી મોટી સંખ્યામાં હરિભગતો જોડાયા હળવદ : હળવદ તાલુકાના લીલાપુર ગામે સત્સંગ સરિતાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુળીધામ ખાતેથી કથાકાર સંત શાસ્ત્રી શ્રી ભક્તિનંદનસ્વામીએ પ્રભાવશાળી વક્તવ્ય આપી ધર્મપ્રેમી જનતાના હૃદયમાં એક અનેરૂ સ્થાન મેળવ્યું છે. હળવદ તાલુકાના લીલાપુર ગામે યોજાયેલ સત્સંગ સરિતા કથામાં સમસ્ત ગ્રામજનો અને આજુ બાજુ વિસ્તારના મોટી સંખ્યામાં પધારેલા ભાવિક જનસમુદાય સભા સંબોધતા મુળીધામના નવ યુવાન કથાકાર સંત શ્રી ભક્તિનંદનસ્વામી એ કહ્યું હતું કે વર્તમાન યુગમાં માનવ જીવનને ધન્ય બનાવવાની, સાર્થક બનાવવાની સાચી સમજણ કથાના માધ્યમ દ્વારા સુંદર ટકોર કરી સૌને ધન્યભાગી બનાવ્યા હતા. વધુમાં જણાવેલ કે આજનો સમાજ સુખ, શાંતિ માટે માત્ર સુખ સુવિધા પાછળ આંધળી દોટ લગાવી રહ્યો છે ત્યારે આત્માને અંતરથી સાચો આનંદ અને શાંતિની અનુભૂતિ દુન્વયી ચીજ વસ્તુમાં નહીં પરંતુ ભાગવત ગીતા, શિક્ષાપત્રી અને વચનામૃત જેવા સદગ્રંથોમાંથી મળે છે. આ પ્રસંગે મૂળી મંદિરના મહંત સ્વામી શ્રી શ્યામ સુંદર દાસજી સ્વામી, શાસ્ત્રી ધર્મવલ્લભ સ્વામી, હળવદના શ્રીજી સ્વરૂપ દાસજી સ્વામી તેમજ સંતો મહંતો જોડાયા હતા. સાથે જ દરરોજ રાત્રે કથા શ્રવણ બાદ ભગવાનને ધરાવેલ મહાપ્રસાદ સૌ ગ્રામજનોએ સાથે મળીને આરોગી વસુધૈવ કુટુંબની ભાવના અને સાચા અર્થમાં ઉજાગર કરી હતી.