મોરબી : રોજગાર વિનિમય કચેરીઓ મોરબી દ્વારા આગામી તા.26 સપ્ટેબરના રોજ મેગા જોબફેર (ભરતી મેળા)નું આયોજન એલ. ઇ. કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ, સામા કાંઠે મોરબી-2 ખાતે કરવામાં આવ્યું છે. જેમાં મોરબી તેમજ અન્ય જિલ્લાઓના ખાનગી ક્ષેત્રાના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામૂલ્યે પસંદગીની કાર્યવાહી હાથ ધરશે. ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારો, નોન મેટ્રીક / એસએસસી / એચએચસી / આઇટીઆઇ / સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા અને 18થી 35 વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ, તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, બાયોડાટા સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવા રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહી કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ રોજગાર કચેરીની અખબારી યાદીમાં જણાવાયું છે.