મોરબી : મોરબીના જુના ઘુંટુ, ઉમા રેસિડેન્સીમાં રહેતા યુવકે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળે ફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું હતું. મોરબીના જુના ઘુંટુ, ઉમા રેસિડેન્સીમાં રહેતા જયેશભાઇ વલ્લભભાઈ મારવાણિયા ઉં.વ.31એ ગત સાંજે કોઈ અગમ્ય કારણોસર તેમના ઘેર ગળે ફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું હતું. તાલુકા પો.મથકના મહિલા એ.એસ.આઈ. જે.પી.કણસાગરાએ લાશને પી.એમ અર્થે હોસ્પિટલ ખસેડી યુવકના આપઘાત પાછળનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. મૃતક મૂળ સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના સરા ગામનો રહેવાસી હતો. ચાર વર્ષ પહેલાં પત્ની સાથે છૂટાછેડા થઈ ગયા હોય ઘુંટુ ગામે પોતાના માતા-પિતા સાથે રહીને સિમ્પોલો સીરામીકમાં મજૂરી કામ કરતો હોવાનું પોલીસ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.