મોરબી : મોરબીમાં ગઈકાલે રાષ્ટ્રીય રાજપુતાના યુવા બ્રિગેડની સભા યોજાઈ હતી. જેમાં ગુજરાતના સચિવ પરમાર કર્મરાજસિંહના નેતૃત્વમાં ઝાલા સુર્યદિપસિંહની પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવી હતી. ઉપપ્રમુખ તરીકે ઝાલા જયવીરસિંહ, જાડેજા રાજદિપસિંહ, જાડેજા ભગીરથસિંહ, પરમાર પુષ્પરાજસિંહ તેમજ સચિવ તરીકે ઝાલા આશીષસિંહની નિમણુંક કરવામાં આવી હતી. સભા દરમિયાન બ્રિગેડના અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા તથા સર્વેએ સમાજને મદદરૂપ થવાનો સંકલ્પ લીધો હતો.