સ્પર્ધકો માટે ફ્રી એન્ટ્રી : 26મી સુધી ઓડિશન રાઉન્ડ, 28મીએ ફાઇનલ મોરબી : મોરબીના ઉભરતા કલાકારોને પ્લેટફોર્મ આપવા માટે વીઆન્સ એલજી શોપી દ્વારા સિગિંગ અને ડાન્સિંગના ટેલેન્ટ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 26મી સુધી ઓડિશન રાઉન્ડ ચાલશે. ત્યારબાદ 28મીએ ફાઇનલ રાઉન્ડ યોજાશે. મોરબીના કલાકારોની કલા લોકો સમક્ષ આવે અને કલાકારને પ્રોત્સાહન મળે તેવા હેતુથી વીઆન્સ એલજી શોપી દ્વારા દર વર્ષે ડાન્સિંગ એન્ડ સિગિંગ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે પણ ઓપન સિગિંગ એન્ડ ડાન્સિંગ ટેલેન્ટ શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સિગિંગ કોમ્પીટીશનના 10 વર્ષથી ઉપર અને 10 વર્ષથી નીચે એમ બે કેટેગરી રાખવામાં આવી છે. જ્યારે ડાન્સ કોમ્પીટીશનમા સોલો 10 વર્ષથી ઉપર, સોલો 10 વર્ષથી નીચે, ગ્રૂપ 10 વર્ષથી ઉપર અને ગ્રૂપ 10 વર્ષથી નીચે એમ ચાર કેટેગરી રાખવામાં આવી છે. આગામી તા.26 મી સુધી ઓડિશન રાઉન્ડ ચાલવાનો છે. આ ઓડિશન વીઆન્સ એલજી શોપીના શો રૂમ ખાતે આપવાનું રહેશે. ત્યારબાદ 28મીએ ટાઉન હોલ ખાતે ફાઇનલ રાઉન્ડ યોજાનાર છે. આ ફાઇનલ રાઉન્ડમાં પ્રથમ 3 વિજેતાઓને પ્રાઈઝ આપી સન્માનિત કરવામાં આવનાર છે. આ ટેલેન્ટ શોમા એન્ટ્રી નિઃશુલ્ક છે.વધુ વિગત માટે મો.નં. 8238082383 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. ટેલેન્ટ શોમાં ભાગ લેવા માટે સ્પર્ધકોએ નીચે આપેલી લિંકમાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. https://form.jotform.me/92534381670459