મોરબી : મોરબીના નવા મકનસર ગામે જુગાર રમતા ચાર શખ્સોને તાલુકા પોલીસે રૂ. 2400ની રોકડ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી તાલુકાના નવા મકનસર ગામે મદરીવાસ પાસે ચાલતા જુગાર પર તાલુકા પોલીસે દરોડો પાડી જુગાર રમતા અવચરભાઈ ભીખાભાઇ ઝંઝવાડિયા ઉ.વ. 48, રાયસિંગભાઈ ભીખાભાઇ ચૌહાણ ઉ.વ. 36, રતનનાથ હીરાનાથ બામણીયા ઉ.વ. 25 અને નવઘણનાથ મીરખાનાથ બામણિયા ઉ.વ. 23ને રૂ. 2400ની રોકડ સાથે ઝડપી લીધા હતા.