મોરબી : મોરબીના જુના ઘુંટુ ગામે આજે સાંજના અરસામાં એક યુવકે પોતાના ઘરે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના જુના ઘુંટુમા ઉમા રેસિડેન્સીમાં રહેતા જયેશભાઇ વલ્લભભાઈ મારવાણીયા ઉ.વ. 31એ પોતાના ઘરે આજે સાંજે 6:30 વાગ્યા આસપાસ કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે તાલુકા પોલીસે નોંધ કરીને યુવકના આપઘાત પાછળનું કારણ શોધવા તપાસ આદરી છે.