મોરબી : મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં એ ડિવિઝન પોલીસે જુગાર રમતા 3 શખ્સોને રૂ. 1570ની રોકડ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી એ ડિવિઝન પોલીસે કબીર ટેકરી શેરી નંબર 3મા દરોડો પાડી જુગાર રમતા ફારૂકમિયા સિકંદરમિયા સૈયદ ઉ.વ. 35, ફારૂકભાઈ ઈકબાલભાઈ પાયક ઉ.વ. 40 અને નારણભાઈ નરશીભાઈ કંજારીયાને રૂ. 1570ની રોકડ સાથે પકડી પાડ્યા હતા.