મોરબી : મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે મચ્છુ ડેમ-2 ખાતે 'નમામિ દેવી નર્મદે' મહોત્સવ ગુજરાત ગ્રામ્ય બજાર નિગમના ચેરમેન મેઘજીભાઈ કણઝારીયાના અધ્યક્ષ સ્થાને શાનદાર રીતે ઉજવવામાં આવ્યો હતો. જેના અંતર્ગત ICDS શાખા પોષણ અભિયાન અન્વયે આંગણવાડી કેન્દ્રો દ્વારા આપવામાં આવતી સેવાઓને સુદ્રઢ બનાવવા માટે જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે આંગણવાડી કેન્દ્રોને આપવાના થતા CAS (કોમન એપ્લિકેશન સોફ્ટવેર) યુક્ત મોબાઈલનું વિમોચન કરવામાં આવ્યું હતું. તેમજ પ્રતીકાત્મક રૂપે 5 આંગણવાડી કાર્યકર્તાઓને મોબાઈલનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ મોબાઈલ થકી જિલ્લાના 671 આંગણવાડી કાર્યકરોએ નિભાવવા પડતા 11 રજીસ્ટરો પૈકી 10 રજિસ્ટરોનો મોબાઈલમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ આ મોબાઈલ થકી ICDSની સેવાઓ સઘન બનશે તથા રિયલ ટાઈમ મોનીટરીંગ શક્ય બનશે.