મોરબી : મોરબી બી.ડીવી. પોલીસ મથકની હદમાં આવતા નવલખી ફાટક પાસે અજાણ્યા વાહન ચાલકે એક યુવકને હડફેટે લેતા યુવકનું મોત નીપજ્યું છે. પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધવાની પ્રક્રિયા હાથ ધરી છે. બનાવની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર નવલખી ફાટક પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતા મુકેશભાઈ હમીરભાઈ ચૌહાણ ઉં.વ.45 નામના યુવકને નવલખી ફાટક રોડ પર કોઈ અજાણ્યા વાહને ઠોકરે ચડાવતા તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. મૃતકની બોડીને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. યુવકને ઠોકરે ચડાવ્યા બાદ વાહન ચાલક વાહન લઈને નાસી જતા બનાવની પ્રાથમિક તપાસ મહાવીરસિંહ પરમારે કરી હતી. હાલ આ અંગે ગુન્હો નોંધાયો નથી. ગુન્હો નોંધાયા બાદ વધુ તપાસ બી.વી.સોઢા દ્વારા ચલાવવામાં આવશે.