તા. 15થી 25 સપ્ટેબર સુધી સેવા સપ્તાહની ઉજવણીના ભાગ રૂપે બ્લડ ડોનેશન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ, વૃદ્ધાશ્રમ, વિકાસ વિધાલય, સરકારી હોસ્પિટલમાં ઝૂંપટપટ્ટી, આગણવાડીઓમાં સેવા પ્રવૃતિઓ કરીને વડાપ્રધાનનો જન્મદિવસ ઉજવાશે મોરબી : દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે ભાજપ દ્વારા સેવા સપ્તાહની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લામાં તા.15થી 25 સપ્ટેબર સુધી સેવા સપ્તાહની ઉજવણીના ભાગ રૂપે વિવિધ આરોગ્યલક્ષી અને સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બ્લડ ડોનેશન કેમ્પ,સર્વરોગ નિદાન કેમ્પ, વૃદ્ધાશ્રમ, વિકાસ વિધાલય, સરકારી હોસ્પિટલમાં ઝૂંપટપટ્ટી, આગણવાડીઓમાં સેવા પ્રવૃતિઓ કરીને વડાપ્રધાનનો જન્મદિવસ ઉજવાશે. મોરબી જિલ્લામાં ભાજપ દ્વારા વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિતે સેવા સપ્તાહની ઉજવણી કરવામાં આવ્યું છે. આ સેવા સપ્તાહની ઉજવણીનો પ્રારંભ થઇ ગયો છે અને તા.15ના રોજ ભાજપ અને ડોકટર સેલ દ્વારા મેગા મેડિકલ કેમ્પ યોજાયો હતો. તા.17 સપ્ટેબરના સવારે 7 વાગ્યે રોજ વડાપ્રધાન મોદીના લાંબા આયુષ્ય અને તેમને દેશસેવા માટે શક્તિ મળે તે માટે આર્યસમજ ટંકારા ખાતે મહાયજ્ઞ, સવારે 9 વાગ્યે આયુષ હોસ્પિટલમાં મોરબી ખાતે સર્વરોગ નિદાન કેમ્પ, સવારે 8થી5 વાગ્યે મોટા દહીંસરા માળીયા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ, જિલ્લાની દરેક આંગણવાડીઓમાં ફ્રુટ વિતરણ, સવારે 9-30 વાગ્યે મચ્છુ ડેમ-2 સાઇટ પર નર્મદા પૂજન જિલ્લાની દરેક હોસ્પિટલમાં ફ્રુટ વિતરણ, વિકાસ વિધાલયની બાળાઓ સાથે સવારે 9-30 વાગ્યે તથા વૃદ્ધાશ્રમના વડીલો સાથે સાંજે 6-30 વાગ્યે કેક કાપી જન્મદિવસની ઉજવણી, સાંજે 7 વાગ્યે ઝૂંપટપટ્ટીઓમાં ગરીબોને રજવાડી ખીચડીનું વિતરણ અને તા.18ના રોજ સવારે 8 વાગ્યે પૂર્ણચંદ ગરાસિયા બોર્ડીંગ વાંકાનેર ખાતે આખ નિદાન કેમ્પ, સવારે 8 વાગ્યે હળવદ સરા ચીકડી પાસેના સરસ્વતી શિશુ મંદિર ખાતે પ્રદર્શની કાર્યક્રમ, તા.22ના રોજ સવારે 8 વાગ્યે મયુર હોસ્પિટલમાં સામાકાંઠે મોરબી-2 ખાતે સર્વરોગ નિદાન કેમ્પ, તા.22ના રોજ ટાઉનહોલ મોરબી ખાતે જનજાગૃતિ અંતર્ગત જિલ્લાનું સંમેલન તથા તા.25ના રોજ સવારે 8 વાગ્યે મોરબીના સુપર માર્કેટ ખાતે 370 ફૂટ કાપડ ઉપર સહી અને પ્રદર્શની કાર્યક્રમ યોજાશે.