મોરબી : એન્જિનિયર ડે નિમિત્તે એક અધિકારીએ રક્તદાન કરી આ દિવસની ઉજવણી કરી હતી. વર્ષમાં 3 ખાસ દિવસે આ અધિકારી અચૂક રક્તદાન કરવાનો નિયમિત કર્મ ધરાવે છે. પહેલી જાન્યુઆરી, 14 જૂન એટલેકે 'રક્તદાન દિવસ' અને 15મી સપ્ટેમ્બર એટલેકે 'એન્જિનિયર ડે' પર આ નિયમિત રક્તદાન કરતા આ અધિકારી એટલે પાણી-પુરવઠા અધિકારી એસ.કે.જૈન. આ ઉપરાંત વર્ષ દરમ્યાન જ્યારે કોઈને આકસ્મિક લોહીની જરૂરિયાત હોય ત્યારે પણ જરૂરથી તેઓ રક્તદાન કરે છે. 1984માં ભાવનગર બ્લડ બેંકમાં પ્રથમ વાર રક્તદાન કરનાર એસ.કે. જૈનનું આજે 109મી વારનું રક્તદાન હતું. સાથી કર્મચારીઓ તેમજ મિત્ર વર્તુળ માટે એસ.કે.જૈન આ સેવા યજ્ઞ દ્વારા પ્રેરણાત્મક કાર્ય કરી રહ્યા છે જેને ચોતરફથી આવકાર મળી રહ્યો છે.