શક્તિરાજ ગ્રુપ દ્વારા આયોજિત માતાના મઢ પદયાત્રા સંઘ 22 સપ્ટેમ્બરે પ્રસ્થાન કરશે : ભાવિકોને પદયાત્રામાં જોડાવા અપીલ મોરબી : શક્તિરાજ ગ્રુપ દ્વારા સતત 11માં વર્ષે મોરબીથી માતાના મઢ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ પદયાત્રા સંઘ તારીખ 22 સપ્ટેમ્બરના રોજ મોરબીથી પ્રસ્થાન કરશે. શક્તિરાજ ગ્રુપ દ્વારા પાછલા 10 વર્ષથી આયોજિત થઈ રહેલા પદયાત્રી સંઘે આ વર્ષે 11માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. મોરબીથી માતાના મઢ સુધી આયોજિત આ પદયાત્રા સંઘ તારીખ 22/9/2019ને રવિવારે બપોરે 03:00 કલાકે મોરબીથી પ્રસ્થાન થશે. જે ભાવિકો આ પદયાત્રા સંઘમાં જોડાવવા માંગતા હોય તેઓએ શક્તિરાજ હોટલ, નટરાજ ફાટક પાસે મોરબી ખાતે અથવા તો મો. 9913733154, 9978499980, 9913913802 ઉપર સંપર્ક કરવા આયોજકો તરફથી એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.