ભાજપ અને ડોકટર સેલ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું મોરબી : મોરબીમાં આજે ભાજપ અને ડોક્ટર સેલ દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના સેવા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે તેમજ કલમ 370ની નાબૂદીના ઐતિહાસિક નિર્ણય લેવા બાદ શુભેચ્છાઓ આપવા માટે મેડિકલ કેમ્પ યોજાયો હતો.જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને ડોકટરોએ દર્દીઓને તપાસીને ચેકઅપ કર્યુ હતું. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની સેવા સપ્તાહ તરીકે ઉજવણી કરવાનું ભાજપ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. મોદીના જન્મદિવસની ઉજવણી ખરાઅર્થમાં ચરિતાર્થ કરવા માટે લોક ઉપયોગી સેવાકીય પ્રવૃત્તિઓ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબી શહેર અને જિલ્લા ભાજપ તેમજ કાશ્મીરની કલમ 370ની નાબૂદી કરવાના ઐતિહાસિક નિર્ણય લેવા બદલ વડાપ્રધાન મોદીની તેમના જન્મદિવસે અનોખી રીતે શુભેચ્છાઓ આપવા માટે ડોકટર સેલ દ્વારા મોન્સૂન મેડિકલ કેમ્પ શનાળા રોડ પર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.આ તકે સાંસદ મોહનભાઇ કુંડારીયા માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા,,જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા,શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા,તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયા અને ડૉ.વિજય ગઢિયા સહિતની ડોક્ટરોની ટીમે હાજર રહીને આ મેડિકલ કેમ્પનો સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.