મોરબી : ગુજરાત સરકાર દ્વારા ખેલ મહાકુંભ અંતર્ગત મોરબી તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધા આજે શનિવારના રોજ રાફળેશ્વર ખાતે યોજાઈ ગઈ હતી. જેમાં ઓપન કેટેગરીમાં 14 ટીમ, અંડર 14 આયુ કેટેગરીમાં 13 ટીમ તથા અંડર 17 આયુ કેટેગરીમાં 18 ટિમો ભાગ લઈ રહી છે. જ્યારે મહિલા ઓપન કેટેગરીમાં 1 ટીમ, મહિલા અંડર 14 આયુ કેટેગરીમાં 2 ટીમ અને મહિલા અંડર 17 આયુ કેટેગરીમાં 4 ટિમો ભાગ લઈ રહી છે. આદર્શ નિવાસી શાળા રાફળેશ્વર ખાતે મોરબી તાલુકા કક્ષાના ખેલ મહાકુંભ 2019 અંતર્ગત તમામ એજ ગ્રુપના ભાઈઓ-બહેનોની કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા રમતગમત અધિકારી પ્રવીણાબેન, પ્રાંત યુવા વિકાસ અધિકારી બુધાભાઈ નાકીયા, તાલુકાના પી.ટી.શિક્ષકોની ઉપસ્થિતિમાં આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. 45થી વધુ ભાઈઓ તથા 10 જેટલી બહેનોની ટીમ આ સ્પર્ધામાં મેદાને ઉતરી છે. સમગ્ર સ્પર્ધાનું આયોજન કબડ્ડીના તાલુકા કન્વીનર સુબોધભાઈ બારૈયાના માર્ગદર્શન હેઠળ યોજાઈ રહ્યું છે. હાલ આ લખાય છે ત્યારે ખેલદિલીની ભાવના સાથે સ્પર્ધાનો પ્રારંભ થઇ ચુક્યો છે.