મોરબી : ભારત સરકારની સંસ્થા એલ.આઈ.સી.ઓફ ઇન્ડિયાને 63 વર્ષ પુરા થયા છે. તે નિમિત્તે તેમના એમ્પ્લોઈના તેજસ્વી સંતાનોને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયેલ હતો. જેમાં મોરબીના વિકાસ અધિકારી ભરતભાઇ રાચ્છની પુત્રી અમિષા રાચ્છને મોરબી બ્રાન્ચ દ્વ્રારા કલા અને એકેડેમીક શ્રેત્રે મેળવેલ સિદ્ધિઑ બદલ સ્ટુન્ડન્ટ ઓફ ધ યર ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવેલ હતા. આ તકે અમિષા રાચ્છને પરિવાર તથા મિત્રવર્તુળ તરફથી શુભેચ્છા આપવામાં આવી હતી.