મોરબી : નવરાત્રી નિમિત્તે માતા આશાપુરાની આરાધના માટે કચ્છ સ્થિત માતાના મઢે જતા પદયાત્રીઓ માટે મોરબી સ્થિત આશાપુરા મિત્ર મંડળ દ્વારા પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ આગામી તા. 24 સપ્ટે.થી 29 સપ્ટે. સુધી ભુજથી 13 કી.મી. નજીક, પધ્ધર ગામની બાજુમાં, દુધઈ રોડ ખાતે રાખવામાં આવશે. આ કેમ્પમાં યાત્રીઓ માટે રહેવા, જમવા, ચા-નાસ્તો, મેડિકલ સુવિધા જેવી સેવાઓ 24 કલાક ઉપલબ્ધ કરવામાં આવશે. જે માટે મંડળના સભ્યો અશ્વિનભાઈ ઉભડીયા, પ્રફુલભાઇ સોની, મનુભાઈ બરાસરા, પારસભાઈ પટેલ, હિમાંશુભાઈ પારેખ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. જેનો લાભ લેવા માટે મંડળના સભ્યો દ્વારા પદયાત્રીઓને અનુરોધ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આશાપુરા મિત્ર મંડળ પદયાત્રીઓની સેવા માટે સતત 21 વર્ષથી કાર્યરત છે.