મોરબી : મોરબી સ્થિત શ્રી કિષ્ના પેટ્રોલિયમ ( એસ્સાર પંપ મોરબી - 2) ગુજરાત રાજ્યમાં સૌથી વધુ પેટ્રોલ-ડીઝીલનો જથ્થો વેચાણ કરવામાં માટે ગુજરાત રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જેના બદલ મંગળજીભાઈ પટેલ તથા જગદિશભાઈ વામજા એસ્સાર કંપની દ્વારા અબુધાબી - દુબઇ ખાતે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ તકે મંગળજીભાઈ તથા જગદિશભાઈને પરિવાર અને મિત્રવર્તુળ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.