વાંકાનેર : વાંકાનેરમાં મુસ્લિમ સમાજ દ્વારા મહોરમ પર્વની અસ્થાભેર ઉજવણી કરાશે. રાત્રે માતમ સાથે તાજીયાઓ પડમાં આવ્યા અને સવારે 13 તાજીયાઓ સાથેનું વિશાળ ઝુલુસ નીકળશે. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈને માતમનું પર્વ મનાવશે. વાંકાનેરમાં મોહરમ પર્વને લઈને છેલ્લા કેટલાક સમયથી ઠેરઠેર સબીલો શરૂ કરવામાં આવ્યા હતા. જેમાં ઠંડા પીણાં સહિતની ખાંદ્ય ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ વાઇઝ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. ત્યારે કરબલાની શહીદોની યાદમાં મહોરમ પર્વ ભારે માતમ સાથે મનાવાશે. જેમાં મહોરમ પર્વને લઈને ખાસ કલાત્મક તાજીયાઓ તૈયાર કરવામાં આવ્યા છે અને મહોરમ પર્વ નિમિતે 13 તાજીયાઓનું વિશાળ ઝુલુસ નીકળશે. આજે તાજીયા ઠંડા થશે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત સહિત દેશભરમાં જશને હુસેનનો માતમ મનાવવામાં આવેલ. નબીના નવાસા હુસેન શહીદે કરબલા વાલેની સહાદતમાં પવિત્ર મહોરમ માસ દરમિયાન મોહરમ શરીફના પ્રથમ ચાંદથી 10 વાયઝ શરીફ અને ઠેર ઠેર છબીલ કમિટી દ્વારા કરવામાં આવેલ જેમાં વાંકાનેરમાં પણ દર વર્ષની જેમ રાબેતા મુજબ રૂપવતી તાજીયા પડમાં આવ્યા હતા જે આજે રાત્રે ઈશાની નમાજ બાદ ઠંડાડા થશે. કોમી એકતાના પ્રતિક કલાત્મક તાજીયા નિહાળવા હિન્દુ મુસ્લિમ મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા.