મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો.જેમાં ધુંનડા (સ) ગામે વરસાદ સાથે વીજળી પડતા એક યુવતીનું મોત થયું હોવાના અહેવાલ મળ્યા છે.આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ધુંનડા (સ) ગામે ગઈકાલે વીજળીના કડકા ભડકા સાથે વરસાદ પડ્યો હતો અને વરસાદ ચાલુ થતા આ ગામે રહેતી રીટાબેન દિનેશભાઇ કોળી ઉ.વ.18 નામની યુવતી પોતના ઘરે પરત ફરી રહી હતી. તે સમયે વીજળી ત્રાટકતા આ યુવતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.જ્યારે યુવતીની સાથે રહેલી અન્ય બે મહિલાઓનો બચાવ થયો હતો. યુવતીનું વીજળી પડતા કરુણ મોત થવાથી તેના પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો હતો.