મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયતિ નિમિતે પોરબંદરથી નીકળેલી સાયકલ યાત્રા દિલ્હી જશે : આજે આ સાયકલ યાત્રા ટંકારા આવતા એસપી સહિતના દ્વારા સ્વાગત કરાયું ટંકારા : ગાંધી જન્મભૂમિ પોરબંદરથી મહાત્મા ગાંધીજીની 150 જન્મજ્યંતી નિમિતે દિલ્હી જવા નીકળેલી આર્મીના જવાનોની સાયકલ યાત્રા આજે ટંકારા આવી પહોંચી હતી. આ સાયકલ યાત્રાનું મોરબી જિલ્લા પોલીસ વડા તથા સ્થાનિક અધિકારો અને અગ્રણીઓ દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આર્મીના બીએસએફ સહિતના 500 જેટલા જવાનો દ્વારા મહાત્મા ગાંધીજીની 150મી જન્મજ્યંતી વર્ષ નિમિતે ગાંધીજીના સત્ય, અહિંસા અને નશાબંધીના વિચારોની જનજગૃતિ લાવવા માટે ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરથી દિલ્હી સુધી સાયકલ યાત્રા કાઢવામાં આવી છે. આ સાયકલ યાત્રા આજે ટંકારા ખાતે આવી પહોંચી હતી.ત્ યારે મોરબી જિલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા દ્વારા સાયકલ યાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ કમાન્ડર ત્રિવારીજીનું ઓમ વિદ્યાલયની બાળાઓ દ્વારા ત્રિરંગો લહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડીવાયએસપી બન્નો જોશી, પ્રાંત અધિકારી ગોસ્વામી, મામલતદાર પંડયા, ટંકારા પીએસઆઇ એલ.બી.બગડા, પ્રતિષ્ઠિત આગેવાન રમેશભાઈ ગાંધી, માજી સરપંચ ધમેન્દ્રભાઈ ત્રિવેદી, ભુપતભાઇ ગોધાણી, સલીમભાઈ તથા મોટી સંખ્યામાં નગરજનોએ હાજર રહી બીએસએફના જવાનોનું સ્વાગત કરી તેમની સાઇકલ યાત્રા ફળદાયી નીવડે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ બીએસએફના જવાનો માટે વિશ્રામ અને ભોજનની ટંકારા આર્યસમજ ગુરુકુળમાં વ્યવસ્થા કરવામાં આવી હતી.જયારે ગુરૂકુલના આચાર્ય રામદેવ શાસ્ત્રી અને રમેશ મહેતાએ દયાનંદ સરસ્વતીના પુસ્તકો આર્મીના જવાનોને ભેટ સ્વરૂપે અર્પણ કર્યા હતા.