મોરબી : મોરબીના જુના ઘાંટીલા ગામે ગણપતિ મહોત્સવનું આયોજન થયું હતું. આ મહોત્સવમાં ગ્રામજનો સહિત આજુબાજુના લોકો દર્શન તેમજ પ્રસાદનો લ્હાવો ઉત્સવ દરમ્યાન લઈ રહ્યા હતા. તારીખ 08/09/2019ને રવિવારના રોજ આ મહોત્સવના સમાપન સમયે ગ્રામજનો દ્વારા ભારે ભાવ પૂર્વક ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું હતું. વિસર્જન પહેલા ગણપતિ બાપ્પાની શોભાયાત્રા ગામ સમસ્તમાં કાઢવામા આવી હતી. શોભાયાત્રાના દર્શન કરવા ગામ લોકો ઉમંગભેર ઊમટી પડયા હતા. આ ગણપતિ ઉત્સવનુ આયોજન ગામના 18થી 25 વર્ષના યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું. બાપ્પાની વિદાય શોભાયાત્રા દરમિયાન ગામના ચોકમાં રાસ-ગરબાનુ પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ ગણપતિનુ વિસર્જન વર્ષો જુના જડેશ્વર તળાવમા કરવામાં આવ્યું હતું.