4 કરોડ 25 લાખ 55 હજાર 551 રૂપિયાની ઉછામણી બોલીને મુખ્ય યજમાન પદ માટે મોરબીના 'ભામાશા' બન્યા ભાગ્યશાળી મોરબી : 'વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન'ના પ્લેટિનમ ટ્રસ્ટી અને કોર કમિટીના સક્રિય સભ્ય તેમજ મોરબીના અગ્રણી સિરામિક ગ્રુપ સનહાર્ટ ગ્રુપના ચેરમેન ગોવિંદભાઈ વરમોરા (સનહાર્ટ ગ્રુપ ,મોરબી- અમદાવાદ) દ્વારા 'લક્ષ્યચંડી મહાયજ્ઞ'ની ઊંઝા ખાતેની ઉછામણીના મુખ્ય યજમાન માટેના પાટલાની ઉછામણીમાં રૂપિયા 4,25,55,551 ( અંકે રૂપિયા ચાર કરોડ પચ્ચીસ લાખ પંચાવન હજાર પાંચસો એકાવન પુરા)ની ઉછામણી બોલીને મુખ્ય યજમાન થવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું છે. જે મોરબી માટે ગૌરવની વાત છે. કડવા પાટીદારના કુળદેવી શ્રી ઉમિયા માતાજીના ધામ ઊંઝા ખાતે 18 ડિસેમ્બરના યોજાનાર વિશ્વ કલ્યાણ અર્થે લક્ષચંડી મહાયજ્ઞ માટે યજમાન પદ માટે ઉછામણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમા મુખ્ય યજમાન સહીત 22 બોલી બોલવામા આવી હતી જેમા સાડા સાત કરોડ ની ઉછામણી થઈ હતી. જેમાં મુખ્ય યજમાન પદે મોરબીના સનહાર્ટ ગુર્પના સુપ્રીમો ગોવિંદભાઈ ગણેશભાઈ પટેલએ રૂ. 4,25,55,551ની ઉછામણી બોલીને મુખ્ય યજમાન થવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું છે. જે મોરબી માટે ગૌરવની વાત છે. મોરબીના સનહાર્ટ ગ્રુપના ગોવિંદભાઈ વરમોરાના પરિવારની ભાવનાને સહુએ બિરદાવીને સમાજ પ્રત્યેની લાગણીની કદર કરતા સમાજના અગ્રણીઓ અભિનંદન પાઠવ્યા છે. જેમાં 'વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન'ના તમામ ટ્રસ્ટીઓ તેમજ કોર કમિટી અને વર્કિંગ કમિટીના તમામ સભ્યોએ ગોવિંદભાઈ વરમોરા પરિવારને અંતઃકરણપૂર્વકના અભિનંદન પાઠવ્યા છે. સાથે જ મા ઉમિયા તેમના પરિવાર ઉપર કૃપા વરસાવે અને તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે તેવા આશીર્વાદ પ્રાપ્ત થાય તે માટે પ્રાર્થના કરી છે.