મોરબી શહેરમાં સાંજે છ વાગ્યા બાદ ધોધમાર વરસાદી ઝાપટાથી રસ્તાઓ પર પાણી પાણી મોરબી : મોરબીમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જામી રહ્યો છે. ભાદરવામાં ભર અષાઢી માહોલ સર્જાયો હોય તેમ મેઘરાજા કટકે કટકે મેઘવર્ષા વરસાવી રહ્યા છે. ત્યારે આજે સાંજે 6 વાગ્યાની આસપાસ મોરબી શહેરમાં ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું હતું. જેના કારણે રસ્તાઓ પર પાણી પાણી થઈ ગયું હતું. વરસાદની સાથે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા સાંજે 6 વાગ્યા પણ અંધકાર થઈ ગયો હતો. ઉપરથી વરસાદને અંધકાર જેવું વાતાવરણ સર્જાતા વાહન ચાલકીને થોડી તકલીફો પડી હતી. જ્યારે મોરબી શહેરમાં ધોધમાર વરસાદી ઝાપટા પડ્યું ત્યારે મોરબીના સામાકાંઠે મેધાવી માહોલ વચ્ચે માત્ર ક્યાંક ક્યાંક છાટા જ પડ્યા હતા. જ્યારે હળવદ પંથકમાં પણ ધોધમાર વરસાદ પડયાના અહેવાલો મળ્યા છે.