વાંકાનેર : વાંકાનેર પાસે આવેલી સીરામીક ફેકટરીમાં ચોકીદાર તરીકે નોકરી કરતા મૂળ મધ્યપ્રદેશના યુવાનને વીજ શોક લાગતા સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું. બનાવની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ મધ્યપ્રદેશના ઉજજેન જિલ્લાના ભૂતિયા ગામના અને હાલ ટ્યુટન સીરામીક પાછળ વઘાસિયા જી.આઈ.ડી.સી. પાસે આવેલ સોમણી સેનેટરીમાં ચોકીદારી કરતા ધનસિંગ ઉર્ફે ધનો ભોમસિંગ સીસોદીયા ઉં.વ.35 નામના યુવકને ઇલેક્ટ્રિક કરંટ લાગતા હોસ્પિટલે સારવાર અર્થે ખસેડાતા ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવની વધુ તપાસ વાંકાનેર સી.ટી.ના એ.એસ.આઈ એન.એસ.લાવડીયા ચલાવી રહ્યા છે.