ટંકારા : મોરબી જિલ્લાના નવનિયુક્ત કલેકટર જે.બી.પટેલે ચાર્જ સંભળતાની સાથે જ જુદા જુદા સરકારી વિભાગોમાં લોકોને યોગ્ય સુવિધા મળે છે કેમ તેની જાત ચકાસણી માટે સરકારી વિભાગોની વિઝીટ કરી હતી.જેમાં તેમણે ગઈકાલે ટંકારાના આગણવાડી કેન્દ્ર,મધ્યાહન ભીંજન કેન્દ્ર, મામલતદાર કચેરી આર્યસમાજ, ,એફ.પી.એસ.દુકાનની મુલાકાત લઈને લોકોને મળતી સુવિધાની જાત તપાસણી કરી હતી અને લોકોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ કરવાની પણ તેમણે જવાબદાર અધિકારીઓને સૂચના આપી હતી.બાદમાં નેસડા સુરજી ગામે તેમણે રાત્રી ગ્રામસભા કરી હતી જેમાં ગામલોકોના પ્રશ્નો સાંભળીને જવાબદાર અધિકારીઓને આ પ્રશ્નો હલ કરવાની તાકીદ કરી હતી.આ મુલાકાતમાં તેમની સાથે ટંકારા વિસ્તારના ધારાસભ્ય લલિતભાઈ કગથરા,ટંકારા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભુપતભાઇ ગોધાણી, મામલતદાર પંડયા અને પ્રાંત અધિકારી ગોસ્વામી જોડાયા હતા.જોકે ટંકારા મામલતદાર કચેરીમાં વરસાદી પાણી ભરાયા હોય ધારાસભ્ય લલિતભાઈ કગથરાએ સરકારી તંત્ર લોક સુવિધા મામલે યોગ્ય કાર્યવાહી કરે તેવી ટકોર કરી હતી.