મોરબી : મોરબી પાલિકાએ વ્યવસાય વેરામાં વ્યાજમાફી યોજનાની મુદત લંબાવી છે. જે મુજબ 30 સપ્ટેમ્બર સુધીમાં વ્યવસાય વેરો ભરનારને વ્યાજમાંથી માફી આપવામાં આવનાર છે. મોરબી નગરપાલિકાએ વ્યવસાય વેરામાં વ્યાજમાફીનો લાભ વધુમાં વધુ વેપારીઓ મેળવી શકે તે માટે સરકારના પરિપત્ર મુજબ વ્યાજમાફીની મુદત 30 સપ્ટેમ્બર સુધી લંબાવી છે. જે લોકો આ મુદત સુધીમા વ્યવસાય વેરો ભરશે તેઓને વ્યાજ ઉપર સંપૂર્ણ માફી આપવામાં આવશે. ત્યારબાદ પ્રતિમાસ 1.5 ટકા લેખે વ્યાજ વસુલ કરવામાં આવશે. તેમ મોરબી પાલિકા પ્રમુખ કેતન વિલપરા, ચીફ ઓફિસર સાગર રાડીયા અને વ્યવસાય વેરા અધિકારી આનંદ દવેની યાદીમાં જણાવાયું છે.