ડેમી 2 માં પણ આવક વધી મોરબી : મોરબીમાં ગત ગુરુવારની રાત્રીના મચ્છુ 2 ડેમમાં તોતીંગ આવકના પગલે એક સમયે 12 દરવાજા ખોલવાની ફરજ પડી હતી. પરંતું બે દિવસથી વરસાદ વિરામ લેતા ડેમમાં આવક ઘટતા છેલ્લે 3 દરવાજા 2 ફૂટ સુધી ખુલ્લા હતા. પરંતુ હાલમાં 9 વાગ્યા બાદ ડેમમાં પાણીની આવકમાં ફરીથી વધારો નોંધાતા અત્યારે રાત્રીમાં 11 વાગ્યે મચ્છુ 2 ડેમના 5 દરવાજા 3 ફૂટ સુધી ખોલવાની ફરજ પડી હતી. હાલ ડેમમાંથી 9720 કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જયારે હાલમાં ટંકારાના ડેમી 2 ડેમના પણ 4 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા છે. જેમાંથી 11406 કયુસેક પાણી છોડાય રહ્યું છે.