મોરબી : હાલ ગણેશ મહોત્સવ ધામધૂમથી ઉજવાય રહ્યો છે અને આગામી દિવસોમાં ગણેશ વિસર્જન કરવામાં આવનાર છે. ત્યારે ગણેશ વિસર્જન માટે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દલ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો દ્વારા ગણેશ વિસર્જન માટે દરબાર ગઢ મચ્છુ માંના મંદિર ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે. ગણેશ વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેવા હેતુથી સંસ્થાના કાર્યકરો ઉપસ્થિત રહેશે અને ગણેશ વિસર્જન કરી આપશે. જેથી, ગણેશ વિસર્જન માટે મચ્છુ માતાજી મંદિરે ઉપસ્થિત કાર્યકરોને સહયોગ આપવા માટે સભ્યો દ્વારા શહેરીજનોને જણાવવામાં આવ્યું છે.