ધારાસભ્ય લલિત કગથરાએ તંત્રને આડે હાથ લિધુ : કલેકટર પણ વિઝીટ દરમિયાન ચોંકી ઉઠ્યા ટંકારા : ટંકારા તાલુકા મામલતદાર કચેરીમા પાણી ભરાતા આ કચેરી જન સુવિધા કેન્દ્રની બદલે દુવિધા કેન્દ્ર બન્યું હોય તેવો ઘાટ સર્જાયો છે. જો કે આ દ્રશ્ય જોઈને ખૂદ જિલ્લા કલેકટર પણ ચોકી ઊઠ્યાં હતા. આ મામલે ધારાસભ્ય લલિત કગથરાએ તંત્ર લને આડે હાથ લિધુ હતું. જેના પર જનતાનો ભરોસો છે એ મામલતદારની કચેરી પાણીથી તળબોળ થતા તંત્ર શરમજનક સ્થિતિમા મુકાયું હતું. આ તકે ટંકારામા નવનિયુક્ત જીલ્લા કલેકટર વિઝિટ માટે આવ્યા હતા. જેને પણ આ બાબતે વાકેફ કરવામાં આવ્યા હતા. જો કે સ્થાનિક તંત્ર દર વખત ની જેમ કઅ વખતે પણ કલેકટરને આગોતરી તૈયારી કરેલ જગ્યાએ વિઝિટ પર લઇ ગયા હતા. જેથી સબ સલામત હેનું દ્રશ્ય જોવા મળે.