ટંકારા : આજે શિક્ષક દિન નિમિત્તે રાજ્યની દરેક શાળાઓમાં વિદ્યાર્થીઓ શિક્ષકની ભૂમિકા ભજવી શિક્ષક દિનની ઉજવણી કરી રહ્યા છે.ત્યારે ટંકારા તાલુકાના લજાઈ ગામની શ્રી દેવદયા માધ્યમિક શાળામાં આજે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષક દિનની ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લેવામાં આવ્યો હતો. શાળાના વિદ્યાર્થીઓએ શિક્ષક, આચાર્ય તથા અન્ય કર્મચારીઓની ભૂમિકા ભજવી હતી. જેના બદલ શાળાના સમગ્ર સ્ટાફે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી અભિનંદન પાઠવ્યા હતાં.