મોરબી : તાલુકા પોલીસના પેટ્રોલિંગ દરમ્યાન જુના ઘુંટુ રોડ પરથી એક શખ્સને વિદેશી દારૂની ત્રણ બોટલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હતી એ દરમિયાન જુના ઘૂટું રોડ પર સોના સેનેટરી કારખાનાની ઓરડીમાંથી, મજુરી કામ કરતો આરોપી સુરેશભાઈ જીવણભાઈ દાંતેસરિયા ઉ. વ. 45ની ગેરકાયદેસર રીતે વેચાણ અર્થે રાખેલી દારૂની સિલપેક 3 બોટલ કિંમત રૂ. 900 રાખવાના ગુના માટે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ધોરણસરના કાગળો કરી આ બનાવની આગળની કાર્યવાહી હાથ ધરી છે.