ટંકારા : ટંકારા તાલુકામાં AFPRO સંસ્થા દ્વારા ખેડૂતોને ઉત્તમ રીતે ખેતી થાય અને પાકની ઉચ્ચ ગુણવતા જળવાય તે માટે એક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં વૈજ્ઞાનિક પદ્ધતિ તથા BCIની ગાઇડલાઇન મુજબ પાક સંરક્ષણ, પાણી વ્યવસ્થા, જમીન સુધારણા, જૈવ વૈવિધ્ય, યોગ્ય કાર્ય કપાસની ઉચ્ચ ગુણવત્તા જળવાય તેવી બાબતો પર ધ્યાન આપવામાં આવે છે.AFPRO સંસ્થા આ પ્રોજેકટ અંતર્ગત ખેડૂતોમાં ખેતી ઉત્તમ રીતે થાય તે માટે જાગૃત કરવાની કામગીરી કરે છે. જેમનો મૂખ્ય હેતુ ખેડૂતોની આજીવિકામાં સુધારો થાય એવો છે. તેમજ પર્યાવરણ પર થતી જોખમી અસરોમાં ઘટાડો કરવો એ હેતુને ધ્યાનમાં લઈને ખેડૂતોને ફિલ્ડ મુલાકાત દ્વારા અને તાલીમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે. આ ઉપરાંત, ખેડુતો એના ખર્ચનો હિસાબ પોતે યોગ્ય રીતે રાખે એવા હેતુથી FFB એટલે ખેડુત ખાતા બુક નિ:શુલ્ક આપે છે. બાળ મજૂરોને સારા જીવન મળે તે માટે બાળ મજુરી અટકાવવા માટે સંસ્થાના સભ્યો દ્વારા ઘણી જહેમત ઉઠાવવામાં આવે છે. જંતુ નાશક દવાઓ જેવી ધાતક દવાઓ બંધ કરવા કેમ્પેઈન પણ હાથ ધરવામાં આવે છે. તેમજ ખેડૂતોને ડેમો આપી વૈજ્ઞાનિક ખેતીથી થતાં ફાયદા દેખાડવામાં આવે છે. શાળામા બાળકોને તાલીમ આપવી, મહીલાઓમાં જાગૃતિ લાવવી અને ખેત મજૂરોના જીવનમા સુધારો લાવવામાં આ સંસ્થા અથાગ પ્રયત્નો કરી રહી છે. તેની સાથે ખેડુતોને દવા છંટકાવ કરવા અને ખાતરનો ચોક્કસપણે ઉપયોગ કરવા સાથે પાણીની જરૂરિયાત, કપાસમા આવતા રોગોની ઓળખાણ અને તેનો ઇલાજ પણ ખેડુત પોતે કરે એવા ઉમદા હેતુથી ટંકારામા આ સંસ્થા કામ કરી રહી છે ઉલ્લેખનીય છે કે ટંકારામા ગાયત્રી નગર સોસાયટી ખાતે સંસ્થાની ઓફીસ આવેલી છે. જ્યાં પ્રોજેકટ મેનેજર નિતીન બંસલની અધ્યક્ષતામાં મેનેજર કિશન વાળા સહિતના સ્ટાફ ફરજ બજાવી રહ્યા છે.