મોરબી : મોરબીમાં આજે બપોરેના સમયે બફારો અને ઉકળાટ વચ્ચે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. છુટાછવાયા વરસાદી વાદળોએ ધીમીધારે વરસવાનું ચાલુ કર્યુ બાદ થોડીવાર એક રસ થઈને શહેરમાં વરસાદી માહોલ બંધાઈ જતા ધોધમાંર વરસાદ પડ્યો હતો. જેના પગલે શહેરમાં ઠેરઠેર પાણી વહી નીકળ્યા હતા અને માર્ગો પર પાણી ભરાયા હતા. થોડીવારમાં ભારે વરસાદી ઝાપટું વરસી ગયા બાદ વરસાદે વિરામ લીધો હતો.