મોરબીના દેશભક્ત યુવાનોની ટીમે દેશભરમાં પ્રવાસ કરીને પૂલવાના શહિદ પરિવારોને હાથોહાથ સહાય આપી માતૃભૂમિનું ઋણ ચૂકવ્યું મોરબી : પુલવામાં આંતકી હુમલામાં શહીદ થયેલા ભારતમાતાના વીર સપૂતોના પરિવારોને સહાયરૂપ થવા માટે મોરબીના દેશભક્ત યુવાનોની ટીમે દેશભરમાં પ્રવાસ કરીને શહીદ પરિવારોને હાથોહાથ સહાય કરવાનું પ્રેરણાદાયી કાર્ય કર્યું છે.હાલ મોરબીના દેશભક્ત યુવાનોની ટીમે મહારાષ્ટ્ર થઈને મધ્યપ્રદેશના પ્રવાસે છે. જ્યાં રહેતા પુલવાના શહીદ પરિવારોને હાથોહાથ સહાય અર્પણ કરીને મોરબીના રાષ્ટ્ભક્ત યુવાનોની ટીમે માતૃભૂમિનું ઋણ અદા કર્યું છે. જમ્મુ કાશ્મીરના પુલવામાં થયેલા હુમલામાં 40થી વધુ ભરતમાતાના વીર સપૂતોએ વીરગતિ વ્હોરો લીધી હતી. ત્યારે દેશના વિભિન્ન રાજ્યોમાં રહેતા આ પુલવાના શહીદ પરિવારોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે મોરબીના અજયભાઈ લોરીયા અને તેમની દેશભક્ત યુવાનોની ટીમ દ્વારા છેલ્લા પ્રેરણાદાયી પ્રયાસો હાથ ધરી રહ્યા છે. આ દેશભક્ત યુવાનોની ટીમ લોકફળો એકઠો કરીને દેશભરમાં પ્રવાસ કરીને શહીદ પરિવારોને હાથોહાથ સહાય પહોંચાડે છે. ત્યારે આ ટીમ હાલ શહીદ પરિવારોને હાથોહાથ સહાય કરવા મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોનો પ્રવાસ કરી રહી છે. આ યુવાનોની ટીમેં જમ્મુ કાશ્મીરના પુલવામાં હુમલાના શહીદ જવાન નિતિન શિવાજી રાઠોડના મહારાષ્ટ્રના ઝાલના જિલ્લા ખાતે તેમના પરિવારજનોને 1.50 લાખની સહાય અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. તેમજ જમ્મુ કાશ્મીરના પુલવામાં હુમલાના શહીદ જવાન સંજય રાજપૂતના મહારાષ્ટ્રના બુલધાના જિલ્લાના મલકપુર તાલુકા ખાતે તેમના પરિવારજનોને 1.50 લાખની સહાય અર્પણ કરીને તેમની યાત્રા આગળ મધ્યપ્રદેશ ખાતે જવા રવાના થઇ હતી. આ યુવાનો શહીદ પરિવારોને મંદદરૂપ થવા માટે નવા બસ સ્ટેન્ડ પાસે મંડપ નાખી તથા 49 જેટલા ગામોમાં ફરીને અને લોકડાયરો કરીને અંદાજીત રૂ.63 લાખનો ફાળો એકત્ર કર્યો હતો.તમામ શહીદ પરિવારોને આ ફાળો સરખા ભાગે વહેંચી અત્યાર સુધીમાં 31 જેટલા પરિવારોને અગાઉ સહાય કરવામાં આવી હતી. જેમાં રાજસ્થાનમાં 5,દહેરાદુનમાં 4.બિહારમાં 2, ઝારખંડમાં 2, પશ્રીમ બંગાળમાં 2,પંજાબમાં 4, હિમાચલ પ્રદેશમાં 2, જમ્મુ કશ્મીરમાં 1 મળીને કુલ 31 શહીદ પરિવારોને ઘરે જઈને હાથોહાથ સહાય અર્પણ કરી હતી.જ્યારે હાલના રાઉન્ડમાં મહારાષ્ટ્રના બેને સહાય કરવામાં આવી છે.અને મધ્યપ્રદેશના બે તથા આસામના એક શહીદ પરિવારોને સહાય આપવા રવાના થયા છે.આ રાઉન્ડ પૂરો થાય ત્યારે 36 પરિવારોને રૂ.55 લાખ જેટલી સહાય થઈ જશે. બાકીના કેરળ, તેલગણા, તામિલનાડુ સહિતના રાજ્યોનો હવે પછી રાઉન્ડ લેવામાં આવશે.